Follow us :
અમારા લગ્ન જીવનના સાત વર્ષ પછી પણ જ્યારે સંતાન સુખની પ્રાપ્તિ ના થઈ, ત્યારે અમે સંતાન પ્રાપ્તિ માટેની સારવાર શરૂ કરી હતી અને આ સારવાર દરમિયાન ઘણી બધી જગ્યાએ અમને દુઃખ અને નિરાશા જ મળી. મારી આઈ.વી.એફ. ટ્રીટમેન્ટ સાત વાર નિષ્ફળ થઇ હતી. આટલી બધી તકલીફ સહન કર્યા પછી પણ નિષ્ફળતાના કારણે અમે તો આશા છોડી દીધી હતી ત્યારબાદ અમે ડેસ્ટીની આઈ.વી.એફ સેન્ટરના ડો. દિલીપ ઢોલરિયાને ત્યાં સારવાર કરાવી અને તેમણે અમારી તકલીફોનું ચોક્કસ નિદાન કરીને આઈ.વી.એફ ની સારવાર શરૂ કરી અને સફળતા પ્રાપ્ત થઈ. પ્રેગ્નન્સી દરમ્યાન અને છેલ્લા પાંચ મહિના સંપૂર્ણ રીતે ડ્રેસ કરવામાં આવ્યો હતો અને હું દીકરો અને દીકરીનું માતૃત્વનો આનંદ મેળવી શકી છું આ ડિસેમ્બર મહિનામાં માત્ર પુત્ર પ્રાપ્તિના બે વર્ષ પૂર્ણ થશે હું ડો. દિલીપ ઢોલરિયાનો ખરા દિલથી આભાર માનું છું.
મારું નામ ઉર્મિલાબેન ડેનિશભાઈ ઠાકોર છે અમે નવસારીના વતની છીએ, અમારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા હતા અને અમારા જીવનમાં સંતાન સુખની કમી હતી અમે ડેસ્ટીની આઈ.વી.એફ. સ્પેશિયાલિસ્ટ ડો. ઢોલરીયા સાહેબ પાસે સારવાર કરાવવાનું નક્કી કર્યું અને ટ્રીટમેન્ટના પહેલી જ સાયકલમાં પ્રેગ્નન્સી રહી ગઇ અને જ્યારે હું આપને જણાવી રહી છું ત્યારે અમારે આઠ મહિનાનો પુત્ર છે જેના માટે અમે ખરા દિલથી ડો. દિલીપ ઢોલરિયાનો આભાર માનીએ છીએ.
લંડનમાં પાંચ સાયકલમાં નિષ્ફળતા બાદ ડેસ્ટીની આઈ.વી.એફ. પર પહેલી જ સાઇકલમાં સફળતા
ડોક્ટર સાહેબ આપનો ખૂબ જ ઉપકાર અમારા ઉપર રહ્યો છે, થેન્ક યુ સો મચ, આપની પ્રથમ મુલાકાતમાં જ અમને ખૂબ મોટા આશ્વાસન આપ્યા હતા અને તે આશ્વાસન થકી અમને જીવવાની આશા જાગી હતી. આપની સમજાવવાની રીત, જે અમને ખૂબ જ ગમી હતી. આપે અમને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું અને અમારા ડેસ્ટીની સુધી વ્યવસ્થિત પહોંચાડ્યા એ બદલ આપનો અને આપના સર્વે સ્ટાફ નો ખુબ ખુબ ધન્યવાદ… આપે અમારા માટે અમારા જીવનમાં આફ્ટર ગોડ નું સ્થાન ધરાવ્યું છું. અમે જીવનભર આપને યાદ રાખીશું અને જ્યારે જ્યારે ઇન્ડિયા આવવાનું થશે ત્યારે આપની જરૂરથી મુલાકાત લઈશું.
Do You believe that Miracle happens ever?? No?? Then I just want to tell you my story which makes you believe in miracle. Hello, I am Ashmitaben, a 35 yrs. old lady having all the things, happiness, prosperity in life except the joy of motherhood. We as a couple, tried a lot to get that pleasure to become a husband-wife to mother-father but unfortunately we were getting repeatedly failure. But God had created our destination with Dr. Dilip Dholaria. He came just like a divine character. He treated us very warmly & nicely and I got pregnancy, a joyful event for which I had been awaited for a long many years. Finaly we became parents. Isn’t it miracle???
I don’t find any word to express my happiness, my experience which I got with Dr. Dilip Dholaria. I am Manishaben, Reciding at Ankleshwar had 9yrs. of married life but still was not getting Pregnant, but after attending camp at Ankleshwar by Dr. Dilip Dholaria I Decided
to start my test tube baby treatment & with my goodness I conceived in first cycle only & now my family is completed.
Thank to doctor & his team for making my life happy again.
“Doctor is the another god on the earth.” I had heard this sentence before but never believed before I met Dr. Dilip Dholaria sir. Hii friends, I am Sonal Sutariya, Age 33 yrs. I had completed 13yrs. of my marriage life & tried a lot more treatments to got conceive all the possible ways. Then we came in contact with Dr. Dilip Dholaria, who had treated one of my relative with Test Tube Baby treatment successfully. We had decided to start our journey on the way of parenthood with Dr. Dilip Dholaria & yes, finally I got the happiness of being mother in a very sort period of time. Thanks doctor for filling new colours in our life in form of Twins Child….!!!
મારું નામ મૃગેશભાઈ છે, મારા પત્ની નું નામ મીનાક્ષી છે. અમારા લગ્નને દસ વર્ષ વીતી ગયા પરંતુ અમારા નસીબમાં એટલા સમયથી દુનિયાનું સૌથી મોટું સુખ માતા-પિતા બનવાનું ઘણું અઘરું હતું. છેલ્લાં દસ વર્ષમાં સંતાન પ્રાપ્તિ માટે અમે ખૂબ જ દોડધામ કરી, ખૂબ જ દવાઓ અને દુઆ કરી, અમે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ અમે ક્યાંય સફળ ન થયા હવે અમે બધી આશાઓ છોડી નિરાશ થઈને થાકી ગયા અને બધુ ભગવાન ઉપર છોડી દીધું. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને અમે સુરતની ડેસ્ટીની હોસ્પિટલની મુલાકાત લીધી અને ડોક્ટર ઢોલરીયા સાહેબ ને અમારા કેસ બાબત વાત કરી ત્યારબાદ સાહેબે પોતાની સૂઝબૂઝથી અમારા કેસનો અભ્યાસ કરી વિશ્વસ્તરીય ટેકનોલોજીનો ઉપયોગ કરી અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને દસ વર્ષ બાદ અમને પહેલા જ મહિને પ્રેગ્નેન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને મારા ઘરે દીકરાનો જન્મ થયો. ડો. દિલીપ ઢોલરીયા અને ડેસ્ટીની હોસ્પિટલ ની ટીમનો ખુબ ખુબ આભાર…
મારું નામ સંજય સભાડીયા અને મારી પત્નીનું નામ પારૂલબેન છે. અમારાં લગ્નને ૧૨ વર્ષ થયા પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ હતી, અને છેલ્લા ૧૨ વર્ષથી આ સુખ માટે અમે દુઃખી હતા. આ ૧૨ વર્ષમાં અમે ઘણી બધી જગ્યાએ દવા કરાવી, ટ્રીટમેન્ટ લીધી, અમે કંઈ જ કરવામાં બાકી નથી રાખ્યું ,પરંતુ અમને કોઈ જગ્યાએથી રીઝલ્ટ ન મળ્યું અને અમે ખૂબ જ નિરાશ થયા. પરંતુ કહેવાય છે ને કે ભગવાન જ્યારે બધા દરવાજા બંધ કરી દે છે ત્યારે એક બારી ખુલ્લી રાખે છે. અમને જાણવા મળ્યું કે આપણા જ સુરત શહેરમાં એક વર્લ્ડ લેવલની ટેકનોલોજી સાથે આઈ.વી.એફ સેન્ટર છે જેનું નામ ડેસ્ટીની આઈ.વી.એફ. એન્ડ વુમન્સ કેર, જેના ડો. દિલીપ ઢોલરીયા છે અને એમનું રીઝલ્ટ ખૂબ જ સારું છે અને અમે ડેસ્ટીની હોસ્પિટલની મુલાકાત લીધી અને ડો. દિલીપ ઢોલરીયા, ડેસ્ટીની હોસ્પિટલની ટીમના બહોળા અનુભવે એક ચમત્કાર અમારો ખુશીઓથી ભરી દીધો અને અમને પહેલા જ મહિને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું અને અમારા ઘરે દીકરીનો જન્મ થયો અને હા એટલું જ નહીં પરંતુ ત્યારબાદ બે વર્ષ પછી અમે પાછો પ્લાન કર્યો અને ફરીથી આવી કરાવ્યું અને મારા ઘરે ફરીથી બે દીકરાનો જન્મ થયો. આજ મારે બે વર્ષની બેબી અને બે બાબા છે ડેસ્ટીની હોસ્પિટલ અને ડો. દિલીપ ઢોલરીયા સાહેબ નો ખૂબ જ આભાર માનીએ છીએ. થેન્ક્યુ
મારું નામ દિનેશભાઈ વશરામભાઈ તાડા છે. અમારા લગ્ન જીવનને 22 વર્ષ થયા છે, પણ અમારા ઘરે કોઈ સંતાન હતું નહીં. છતાં પણ અમે નિરાશ થયા વગર ઘણા દવાખાનાના ચક્કર લગાવ્યા છે. અમે લગભગ એક વર્ષ સુધી અમદાવાદથી દવા લીધી પણ કોઈ પરિણામ મળ્યું નહીં. ત્યારબાદ આણંદ થી પણ આઠ મહિના સુધી દવા લીધી છે અને ત્યાર બાદ રાજકોટમાં લગભગ દસ મહિના સુધી આયુર્વેદિક દવા કરાવી હતી. છતાં પણ કંઈ પરિણામ મળ્યા નહીં, મેં બધા જ પથ્થરને પીર માની પૂજા કરી પણ અમને કોઈ પરિણામ મળ્યું નહીં, આખરે અમે નિરાશા તરફ વળી ચૂક્યા હતા, ત્યારે કહે છે ને…, કે ઈશ્વર બધા જ દરવાજા બંધ કરે ત્યારે કોઈક બારી ખોલી આપે છે, ત્યારે દિલીપ ઢોલરિયા અમારા માટે ઈશ્વર બનીને આવ્યા. અમે ડેસ્ટીની હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ કરી અને અમને સફળતા મળી. આજે અમારા ઘરે દીકરીના રૂપે લક્ષ્મી છે અમારા ઘરે ૧૯માં વર્ષે દીકરી આવી છે અમે એ બદલ ડો. દિલીપ ઢોલરિયાના ખુબ ખુબ આભારી છીએ.
© 2023 Destiny IVF Center. All Rights Reserved. Developed By Customize Theme